સાવરકુંડલામાં થોડા દિવસ પૂર્વે એક વૃદ્ધા પર દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતુ. આ મુદ્દે બહુ હો હા અને વિવાદ થયો હતો અને આરોપીનો કોઈ અતોપતો કે સગડ મળતા ન હતા. જેના અનુસંધાને અમરેલી એલસીબી ટીમે સાવરકુંડલામાં બનાવ સ્થળ તેમજ આજુબાજુ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં એક ૩૦ થી ૩૫ વર્ષનો વર્ણનવાળો યુવક દેખાતા શોધખોળ કરી વિવિધ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. એફએસએલ રિપોર્ટ આવતાં શકદાર તેમજ મળી આવેલા સીસીટીવી ફુટેજમાં જણાતો ઈસમ એક જ હોવાનું જણાતા તેની અટકાયત કરી કાર્યવાહી કરવામાં આવી હતી. અમરેલી એલસીબી પીઆઈ એ.એમ.પટેલ તથા પીએસઆઈ એમ.બી.ગોહિલ, એલસીબી ટીમ તથા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એમ.સોની અને સાવરકુંડલા ટાઉન પોલીસ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.