સાવરકુંડલામાં રહેતા બે મિત્રો રાત્રે હોટલ પર ચા પીવા જતા હતા ત્યારે તેમને અકસ્માત નડ્‌યો હતો.જેમાં એક મિત્રને બ્રેઈન હેમરેજ થયું હતું. જ્યારે બીજા મિત્રને ઈજા થઈ હતી. બનાવ અંગે અલ્તાફભાઈ મનસુરભાઈ રાંઢીયાવાલા (ઉ.વ.૩૭)એ જાહેર કર્યા મુજબ, તેઓ તથા તેના મિત્ર ઈનાયતભાઈ તેમના ઘરેથી મહુવા રોડ પર ટી.વી.એસ. કંપનીના શોરૂમ પાસેથી આવતા હતા તે દરમ્યાન સામેથી રોંગ સાઇડમાંથી મોટરસાયકલ ચાલક પોતાનું રજી.નં.ય્ત્ન-૦૫-ય્ઇ-૪૯૦૬ વાળું પોતાના હવાલાનું મોટરસાયકલ પુરઝડપથી તેમજ ગફલતભરી રીતે તથા માનવ જીંદગી જોખમાય તે રીતે ચલાવી તેમના મોટરસાયકલ સાથે અથડાવ્યું હતું. અકસ્માતમાં તેમને શરીરે નાની મોટી ઇજા થઈ હતી તેમજ તેમની સાથે રહેલા તેના મિત્ર ઇનાયતને માથાના ભાગે ઇજા થતા બ્રેઇન હેમરેજ તેમજ શરીરે નાની મોટી છોલાણની ઇજા થઈ હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અમાનભાઈ યાસીનભાઈ કાજી વધુ તપાસ
કરી રહ્યા છે