સાવરકુંડલાના ઓડવાડાના નાકા પર એક યુવકે રીક્ષા હટાવવાનું કહેતા તેને ફટકારવામાં આવ્યો હતો. બનાવ અંગે શાહરૂખભાઈ અશરભભાઈ પોપટીયા (ઉ.વ.૨૫)એ નિરજભાઈ પ્રવિણભાઈ (ઉ.વ.૨૩) સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તેમની મોટર સાયકલ લઈને ઘરે જતા હતા ત્યારે ઓડવાડાના નાકા પાસે પહોંચતા આરોપી પોતાની રીક્ષા લઈને રસ્સામાં ઉભા હતા. જેથી રસ્તા પરથી રીક્ષા હટાવવાનું કહેતા સારું નહોતું લાગ્યું અને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગ્યા હતા. તેમણે ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઈને લોખંડના પાઇપનો ઘા માથામાં માર્યો હતો. જેમાં ઈજા પહોંચી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.જે. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.