સાવરકુંડલામાં રખડતા ઢોરે જાણે શહેરને બાનમાં લીધુ હોય તેવો ઘાટ સર્જાયો છે. રખડતા ઢોરને કારણે વાહનચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે. શહેરના દેવળા ગઈટ, શાકમાર્કેટ પાસે, સ્ટેશન રોડ, મહુવા રોડ, સોસાયટીમાં રેઢીયાળ પશુના અડ્ડા બની ગયા છે. રસ્તા પર આખલા યુદ્ધ સર્જાઈ રહ્યા છે. દુકાનો અને કોમ્પ્લેક્ષોમાં પણ ગાયો પ્રવેશી રહી છે. શહેરની સોસાયટીઓમાં તો રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે. શહેરીજનો રખડતા ઢોરથી ત્રસ્ત છે ત્યારે તંત્ર મૂક તમાશો જોઈ રહ્યુ હોવાથી ભારે રોષ ફેલાયો છે.