સાવરકુંડલા શહેરના ગિરધરવાવ વિસ્તારમાં આવેલા શ્રી લાલધામ આશ્રમ ખાતે પોષ સુદ બીજ (સોનલ બીજ)ના પાવન પર્વે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુ ગાદી પ્રેરણાધામ આશ્રમ જૂનાગઢથી પધારેલા પ.પૂજ્ય લાલજી મહારાજની પાવન ઉપસ્થિતિમાં ભગવાન રામદેવજી મહારાજનો અખંડ જ્યોત પાટોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે ભજન, ભોજન અને દર્શનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન આશ્રમના વિકાસમાં યોગદાન આપનાર દાતાઓનું શાલ અને મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. ભજનાનંદી આરાધકોએ પોતાની ગુરુમુખી વાણી દ્વારા જાગરણ કરાવ્યું હતું, જેનો લાભ મોટી સંખ્યામાં સેવકો અને ભક્તોએ લીધો હતો.