સાવરકુંડલાના સ્ટેશન રોડ વિંઝુડા વાસ નજીક મોટો ઈલેક્ટ્રીક પોલ હાલ રસ્તાની બરાબર વચ્ચે અડચણરૂપ બની રહ્યો છે. આ વીજપોલને હટાવવા સ્થાનિક રહીશો માગણી કરી રહ્યા છે. દરરોજ હજારો લોકોની અવરજવર વાળા માર્ગ નજીક જ પ્રાથમિક શાળા આવેલ હોવાથી નાના બાળકો વધુ પસાર થાય છે. આ સાથે રાજ્ય ધોરી માર્ગનાં કારણે અને અન્ય રસ્તાઓનું ડાયવર્ઝન હાલ આ માર્ગે આપેલું હોવાથી ભારે વાહનો નીકળતા હોય છે. આ સંજોગોમાં રસ્તાની બરાબર મધ્યમાં આવેલો આ ઇલેક્ટ્રીક પોલ તમામ માટે ત્રાસરૂપ બનતો જાય છે. કોઈ ગંભીર અકસ્માત સર્જાય તે પહેલા તેને ત્યાંથી હટાવવા તમામ લોકોમાં માંગ ઉઠી છે.