સાવરકુંડલામાં એક વેપારીએ તેને ત્યાં ફર્નિચરનું મજૂરી કામ કરતાં બે ઇસમોને તેમના મજૂરી કામ કરતાં વધુ ઉપાડ આપવાની ના પાડતાં ફર્નિચરના સર-સામાનમાં નુકસાન કર્યુ હતું. તેમજ ૧,૧૨,૦૦૦ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે બીપીનભાઈ બાવચંદબાઈ કાબરીયા (ઉ.વ.૪૪)એ રાજસ્થાનના બીકાનેરના રઘુરામ ભાદુ તથા એક અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમણે આરોપીને પોતાના મકાનના ફર્નિચરનું કામ મજૂરી પેટે આપ્યું હતું. આરોપીઓને મજૂરી કામ કરતા વધુ ઉપાડ જોતો હતો. પરંતુ તેમણે આરોપીઓને મજૂરી મુજબ જ ઉપાડ આપતા સારૂ નહોતું લાગ્યું અને તેમના ફર્નિચરના સર-સામાનનું રૂ.૧,૬૪,૧૪૫નું નુકસાન કર્યું હતું. તેમજ દરવાજાના હેન્ડલ, રાઉન્ડ લોક, કપ બોર્ડ લોક વિગેરે કુલ રૂ.૧,૧૨,૦૦૦ ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ હમીરભાઈ હાજાભાઈ કામળીયા વધુ તપાસ કરી રહ્યા છે.