સાવરકુંડલામાં શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા શ્રી રામનવમીની ભવ્ય શોભાયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ ભવ્ય શોભાયાત્રાના આયોજન માટે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ શુભ અવસરે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, તારીખ ૨૯ માર્ચને શનિવારે સાંજે ૯-૦૦ કલાકે હનુમાન ચાલીસાના પાઠનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને પધારવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. રામનવમીના પવિત્ર દિવસે નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવે છે. જેમાં તમામ ધર્મપ્રેમી હજારોની સંખ્યામાં ઉત્સાહભેર જોડાય છે.