સાવરકુંડલા શહેરમાં શ્વાન મુદ્દે મહિલાને ફટકારીને જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે નરસિંહભાઈ ઈશ્વરભાઈ કાપડી (ઉ.વ.૨૭)એ નયનાબેન વિપુલગીરી ગોસાઈ, રોહનભાઈ વિપુલગીરી ગોસાઈ, મિતભાઈ વિપુલગીરી ગોસાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તહોમતદારનું કૂતરું જિગ્નેશભાઈને કરડ્યું હતું. જેથી તેમના નાના ભાઈ કૂતરું અંદર રાખવા કહેવા ગયા હતા. જેને લઈ આરોપીને સારું નહીં લાગતાં ગાળો આપી લોખંડના પાઇપથી માર મારતા હતા. આ સમયે તેમના પત્ની વચ્ચે પડતાં તેમને પણ પ્લાસ્ટિકના પાઇપ વડે માર માર્યો હતો તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે બાદ નયનાબેન વિપુલગીરી ગોસાઈ (ઉ.વ.૩૯)એ મોહનભાઈ ઈશ્વરભાઈ કાપડી તથા નરસિંગભાઈ ઇશ્વરભાઈ કાપડી સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, ફરિયાદીનું કૂતરૂં તહોમતદારના ઘરે આવીને ભસતું હોવાથી હાથમાં પ્લાસ્ટીકનો પાઈપ લઈને આવ્યા હતા અને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. તેમજ તેમના દીકરાઓને મુઢમાર માર્યો હતો. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ કિરણભાઈ બકુલભાઈ ગઢવી વધુ તપાસ કરી રહ્યા છે.