સાવરકુંડલા ખાતે આવેલ સંત શિરોમણી શ્રી આપાલાખાની જગ્યામાં ઉત્સાહભેર બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું. આ પરંપરા સંત શ્રી આપાલાખાના સમયથી ચાલી આવે છે. દર સાતમે આયોજન કરવામાં આવે છે. રાત્રે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું એમ મહંત નાનજીભગતની એક યાદીમાં જણાવામાં આવ્યું હતું.