ગુજરાત સરકારની મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ સાવરકુંડલા શહેરના ૧ થી ૯ વોર્ડના રસ્તાઓના નવીનીકરણ માટે રૂ. ૧૦૦૪.૯૦ લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. આ મંજૂરી માટે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના અથાગ પ્રયાસો સફળ થયા છે. આ યોજનાથી શહેરના રસ્તાઓનું નવીનીકરણ થશે, જેનાથી વાહન વ્યવહાર સરળ બનશે અને નાગરિકોને સુવિધા મળશે. આ સાથે સાવરકુંડલા શહેરનું સર્વાંગી વિકાસ થશે અને શહેરનું મુખ્ય ચિત્ર બદલાશે. સારા રસ્તાઓના કારણે શહેરના નાગરિકોને સુરક્ષિત અને આરામદાયક વાહનવ્યવહારની સુવિધા મળશે. આ મંજૂરી બદલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાનો નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી તેમજ ઉપપ્રમુખ પ્રતિકભાઈ નાકરાણી અને તમામ સદસ્યો દ્વારા આભાર માનવામાં આવ્યો છે.