સાવરકુંડલા બાયપાસ રોડ પર આવેલ ભેસાણ ડેમ ખાતે ૫ કરોડના ખર્ચે નિર્માણાધીન અમૃત સરોવરનું નિરીક્ષણ ધારાસભ્ય મહેશભાઈ કસવાળા દ્વારા કરવામાં આવ્યું હતું. સાવરકુંડલામાં અમૃત સરોવરનું કાર્ય ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ સાવરકુંડલા શહેરને એક નવું નજરાણું આપશે. આ કામગીરીના નિરીક્ષણ દરમિયાન ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ સરોવરની આસપાસ સ્વચ્છતા જાળવવા માટે સૌને અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, આ સરોવર આપણા શહેરનું ગૌરવ છે અને આપણે સૌએ મળીને તેની સંભાળ રાખવી જોઈએ. આ નિરીક્ષણ સમયે સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ મેહુલ ત્રિવેદી, અમરેલી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શરદભાઈ પંડ્‌યા, અમરેલી જિલ્લા માલધારી પ્રમુખ મયુરભાઈ રબારી, સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા, સાવરકુંડલા શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ વાઘેલા, સાવરકુંડલા યુવા ભાજપ પ્રમુખ અનિરુદ્ધ રાઠોડ, સાવરકુંડલા શહેર ભાજપના હોદ્દેદારો તેમજ સાવરકુંડલા નગરપાલિકાના સદસ્યો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.