અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા ચાલતા દીપશાળા પ્રોજેક્ટ અંતર્ગત શ્રી બ્રાન્ચ શાળા નં. ૪ સાવકુંડલામાં ધોરણ ૭ ના તમામ વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં બીઆરસી વિપુલભાઈ, શાળા એસએમસી કમિટીના સભ્યો, વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા. અને ટેબ્લેટ દાતા ભરતભાઈ દેસાઇ અને સવિંદ વેંન્ચરનો પણ આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. આ ટેબ્લેટ વિદ્યાર્થીઓને ખુબ જ ઉપયોગી સાબિત થશે અને વિદ્યાર્થી ડીજીટલ લીટરેસીમાં પણ ખૂબ સારી શૈક્ષણિક પ્રવૃતિ કરી શકશે. તેવું શાળાના આચાર્ય પૂજાબેન જોશી દ્વારા જણાવવામાં આવ્યું હતું. એઆઈએફ ર્ષ્ઠ. દિપકભાઈ દ્વારા આ ટેબ્લેટની કાળજી લેવા બાબતે વાલીગણને સમજ આપવામાં આવી હતી.