વી.ડી. કાણકિયા આટ્‌ર્સ અને એમ.આર. સંઘવી કોમર્સ કોલેજ, સાવરકુંડલા ખાતે તા.૮-૩-૨૫ ને શનિવારના રોજ કોલેજનો ૫૪મો વાર્ષિકોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો. સમારંભના અધ્યક્ષસ્થાને લીલીયા- સાવરકુંડલા વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા હાજર રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ શાળાના ઉપપ્રમુખ અને કેન્સર સર્જન ડોક્ટર દીપકભાઈ શેઠ, દીપકભાઈ માલાણી, મેહુલભાઈ ત્રિવેદી તથા પ્રવીણભાઈ સાવજ, અનિરુદ્ધસિંહ રાઠોડ, ચંદ્રિકાબેન ઘેલાણી, કનુભાઈ ગેડિયા, મુકુંદભાઈ નાગ્રેચા તથા જયંતીભાઈ વાટલીયા, વિનુભાઈ રાવળ તથા ઘેલાણી મહિલા કોલેજના આચાર્ય ચાવડા વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ રંગે ચંગે ઉજવાયો હતો. કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જેઓ ઈન્ડિયન આર્મીમાંથી તાજેતરમાં સેવાનિવૃત્ત થયેલ અને માતૃસંસ્થાનું ગૌરવ એવા દીપભાઈ ખુમાણ અને અતુલભાઈ જાનીનું ધારાસભ્યના હસ્તે ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવેલ હતી.