સાવરકુંડલા ગરાસિયા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા ઉતાવળા હનુમાન મંદિર ખાતે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતુ. ગરાસિયા ક્ષત્રિય સમાજના તમામ વડીલો અને યુવાનો દ્વારા આ વિજયાદશમીના પવિત્ર પર્વ નિમિત્તે માં ભગવતીની આરાધનાના ભાગરૂપે દર વર્ષની જેમ આ આ વર્ષે પણ ખૂબ જ ઉત્સાહ સાથે શક્તિ પૂજન કરવામાં આવ્યું હતુ.