૧૮ માર્ચના રોજ બ્રાન્ચ શાળા નંબર બે કન્યાશાળા સાવરકુંડલા ખાતે એન્યુઅલ ફંકશન ઉડાન વર્ષ ૨૦૨૩-૨૪ અને ધોરણ આઠની લાડકી દીકરીઓના વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રામકથાકાર પ્રકાશ બાપુ, સી.આર.સી વિપુલભાઈ દુધાત, સી.આર.સી મુસ્તાકભાઈ રાઠોડ તેમજ એસ.એમ.સી.અધ્યક્ષ બીનાબેન, વિશાલભાઈ, મોસીનભાઈ, ઇરફાનભાઇ, તેમજ વાલીગણ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.
આ કાર્યક્રમમાં બાલવાટિકાથી શરૂ કરી અને ધોરણ આઠની બાળાઓએ પોતપોતાના કૌશલ્ય નાટયકરણ, રાષ્ટ્રગીત, મિત્ર દોસ્તીને લગતા ગીત, સ્વચ્છતા અભિયાન અંતર્ગતના કાર્યક્રમ ઉજાસ ભણી અંતર્ગત કાર્યક્રમ, વર્ષ દરમિયાન થયેલ દરેક કાર્યક્રમોની અનોખી ઝલક રજૂ કરી હતી. જેમાં ખેલ સહાયક આસિફભાઇ દ્વારા કરાટેના દાવ તેમજ “ગુજરાતનું ગૌરવ ગીરનો સાવજ”બાલવાટિકા અને ધોરણ એક બેની બાળાઓ પાસે સિંહ જેવા હુંકાર કરાવ્યાં હતા, ભૂમિકા મેડમ રમજાન સર, અરુણા મેડમ દ્વારા ફેશન શો હું કોણ છું, બોલો ફળ અને ફૂલો અને શાકભાજીનો રોજિંદા જીવનમાં ઉપયોગ તેમજ “કચરો કચરાપેટીમાં જ નાખો”,”વધુ વૃક્ષો વાવો”, પર્યાવરણમાં થતી “ગ્રીન હાઉસ ઇફેક્ટ”, તમામ વિષયોને વણી લેતા નાટ્યકરણ, એક પાત્રીય અભિનય રજૂ કરવામાં આવ્યા હતા.