લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના મહત્વના સાઈટ ફર્સ્ટ પ્રોજેક્ટ હેઠળ લાયન્સ કલબ ઓફ અમરેલી (સિટી) અને શ્રી સદ્દગુરુ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ – સાવરકુંડલા, શ્રી ભુરખીયા ચેરીટેબલ ટ્રસ્ટ ભુરખીયાના ઉપક્રમે તેમજ સુદર્શન નેત્રાલય અમરેલી અને રમાબેન અનિલભાઈ પારેખ મુંબઇના આર્થિક સહયોગથી ૧૨૭મો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું કબીર ટેકરી સાવરકુંડલા મુકામે તા.૨૪ને ગુરુવારે, સવારે ૯-૦૦ કલાકે આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં આંખના રોગ જેવા કે મોતિયો, ઝામર, વેલ, પરવાળા, ત્રાંસી આંખની કીકી, પડદા તથા આંખના તમામ રોગોની તપાસ આંખના નિષ્ણાત ડોક્ટર દ્વારા કરવામાં આવેલ હતી. જરૂરિયાતમંદ દર્દીઓને સુદર્શન નેત્રાલય અમરેલીમાં લાવીને મોતિયાના ટાંકા વગરના ઓપરેશન કરી નેત્રમણી બેસાડી દેવામાં આવનાર છે. આ ઉપરાંત નેત્ર જાળવણી અને જાગૃતિ અંગેની ૫,૦૦૦ પત્રિકાનું વિતરણ કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં ૧૩૪ દર્દીઓએ લાભ લીધો હતો અને ૨૪ દર્દીઓને નેત્રમણી આરોપણ કરવામાં આવશે. દરેક દર્દીઓના બ્લડ પ્રેશર તેમજ બ્લડ સુગર ચકાસવામાં આવેલ હતા.