અમરેલી જિલ્લા કક્ષાની ટેકવેન્ડો સ્પર્ધાનું જિલ્લા રમતગમત કચેરી અને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સાવરકુંડલા દ્વારા આયોજન થયેલ. જેમાં અન્ડર ૧૪-૧૭ ભાઈઓ અને બહેનોએ જિલ્લામાંથી બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ગુરૂકુળ શાળાના વિદ્યાર્થિઓ વિજેતા જાહેર કરવામાં આવેલ. સંસ્થાના વડા પૂજ્ય ભગવતપ્રસાદદાસજી સ્વામી, પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદદાસજી સ્વામી, કોઠારી અક્ષરમુક્ત સ્વામી, શુકદેવપ્રસાદ સ્વામીજી, રમત ગમત અધિકારી પૂનમ મેડમ તેમજ અમરેલી જિલ્લા વ્યાયામ સંઘના પ્રમુખ પી.ડી મિયાણીએ ખેલાડીઓને અભિનંદન પાઠવીને આભાર વ્યક્ત કરેલ. સ્પર્ધામાં મુખ્ય મહેમાન પદે સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ અનિરૂધ્ધસિંહ રાઠોડ, યુવા ભાજપ મંત્રી ભાવેશભાઈ વિકમા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.