સાવરકુંડલા તાલુકાના નાળ ગામમાં તારીખ ૦૩/૦૪/૨૦૨૫ ના રોજ બપોરે ૧૬ઃ૪૦ વાગ્યે તળાવમાંથી એક મૃતદેહ મળી આવતા શોકનું મોજું ફરી વળ્યું હતું. રામભાઈ નરશીભાઈ બગડા (ઉંમર અંદાજિત ૫૨ વર્ષ) નામના વ્યક્તિ તળાવમાં ડૂબી ગયા હોવાની જાણ થતાં જ ફાયર ઓફિસર એચ.સી.ગઢવીની આગેવાની હેઠળ અમરેલી ફાયર ઈમરજન્સી સર્વિસની ટીમ તુરંત ઘટના સ્થળ પર પહોંચી માત્ર ૩૦ મિનિટની મહેનત બાદ વ્યક્તિના મૃતદેહને તળાવમાંથી શોધી કાઢી સ્થાનિક પોલીસને સોંપવામાં આવેલ હતો. આ કામગીરી કરનાર ફાયર વિભાગના કર્મચારીઓ ભગવતસિંહ ગોહિલ, સવજીભાઈ ડાભી, કૃષ્ણભાઈ ઓળકિયા અને સાગરભાઈ પુરોહિતે મૃતદેહને તળાવમાંથી શોધી કાઢ્યો હતો અને સ્થાનિક પોલીસને સોંપ્યો હતો.