સાવરકુંડલા નગરપાલિકા દ્વારા શહેરમાં ફોગીંગ મશીનથી ફોગીંગ શરૂ કરવામાં આવ્યું છે. સમગ્ર શહેરને કવર કરતાં એક અઠવાડિયાનો સમય લાગશે પરંતુ હાલની ગોકળગાય ગતિ જાતાં નક્કી સમયમાં પૂર્ણ થશે કે કેમ એ ચર્ચાનો વિષય છે.!! સમગ્ર સાવરકુંડલા શહેરમાં છેલ્લા એકાદ સપ્તાહથી વરસાદી વાદળિયું વાતાવરણ હોય એ જાતાં જાહેર આરોગ્યને લગતી આવી કામગીરી ઝડપી અને યુધ્ધના ધોરણે થવી જાઈએ એવું બુધ્ધજીવી વર્ગમાં ચર્ચાઈ રહ્યું છે.