તા. ૮-૩-૨૦૨૫ ના રોજ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા તાલુકાની મહિલા કોલેજમાં મહિલા દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના પ્રિન્સિપાલ ડા. એલ. ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં મહિલાલક્ષી કાયદા, યોજનાઓ અને સાયબર ક્રાઇમ અંગે માહિતી આપવામાં આવી હતી. કોલેજના વિમેન્સ સેલ કો-ઓર્ડિનેટર ડા. રુકશાનાબેન કુરેશી અને પ્રો. નયનાબેન કાપડિયાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કાનૂની સહાય કેન્દ્રના એડવોકેટ રેણુકાબેન કુંભાણીએ મહિલાલક્ષી કાયદા અને મહિલા રક્ષણ વિશે વિગતવાર માહિતી આપી હતી. નજમાબેન દલે મહિલા સહાયતા કેન્દ્રની કામગીરી અને સાયબર ક્રાઇમ વિશે માહિતી આપી હતી, જ્યારે દક્ષાબેને મહિલાલક્ષી વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી. ≅