સાવરકુંડલા શહેરના હાથસણી રોડ પર આવેલા માનવ મંદિર આશ્રમ ખાતે સી.આર. પાટીલનો જન્મદિવસ ઉજવાયો હતો. અમરેલી જિલ્લાના નવનિયુક્ત ભાજપ પ્રમુખ અતુલ કાનાણી અને ટીમે મનોરોગી બહેનો સાથે આઈસ્ક્રીમ અને ફ્રૂટ વિતરણ કર્યું હતું. પ.પૂ. ભક્તિરામબાપુએ અતુલ કાનાણીનું ભગવાન શ્રીરામચંદ્રજીની પ્રતિમા આપી સ્વાગત કર્યું હતું. આ ઉજવણીમાં સાવરકુંડલા અને અમરેલી જિલ્લાના ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અતુલ કાનાણીએ જણાવ્યું કે તેઓ પોતાને ભાગ્યશાળી સમજે છે કે પાટીલનો જન્મદિવસ મનોરોગી બહેનો સાથે ઉજવવાનો અવસર મળ્યો હતો. આ પ્રસંગે કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ ઉમળકાભેર સ્વાગત કરી સી.આર.પાટીલના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.