સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં છેલ્લા બે દિવસથી ઘઉંની મબલખ આવક થઈ રહી છે. લોકવન ઘઉં ૫૦૦ થી ૫૭૫ રૂપિયા અને ટુકડા ઘઉં ૫૫૦ થી ૬૫૦ રૂપિયાના ભાવે વેચાઈ રહ્યા છે. માર્ચ એન્ડિંગની રજાઓ પછી નોકરિયાત અને મધ્યમ વર્ગના લોકો ઘઉં ખરીદવા માટે માર્કેટ યાર્ડમાં ઉમટી પડ્યા છે. કમોસમી વરસાદની આગાહી અને ૩૧ માર્ચની રજાઓના કારણે માર્કેટ યાર્ડમાં ઘઉં અને ચણાની આવકમાં વધારો થયો છે. તા.૦પના રોજ માર્કેટ યાર્ડમાં ૧૪,૦૦૦ મણ ચણા અને ૪,૬૦૦ મણ ઘઉંની આવક થઈ હતી. લોકો ખરીદી માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.