અમરેલી જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સાવરકુંડલા રૂરલ પોલીસે માનવતાની મહેક પ્રસરાવતી અનોખી પહેલ કરી છે. શિયાળાની કડકડતી ઠંડીમાં ‘માબાપનું ઘર’ વૃદ્ધાશ્રમની માનસિક વિકલાંગ મહિલાઓને ગરમ ધાબળાનું વિતરણ કરી પોલીસે માનવીય સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ સેવાકીય પ્રવૃત્તિમાં અમરેલીના મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈદ્ય, રૂરલ ૈઁં ચૌધરી, ઁજીં મુસાર સાહેબ તેમજ મહિલા પોલીસ શી-ટીમ અને પોલીસ સ્ટાફે સક્રિય ભૂમિકા ભજવી હતી. આ કાર્યક્રમ દ્વારા પોલીસ તંત્રે સાબિત કર્યું છે કે તેઓ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાનું જ નહીં, પરંતુ માનવીય સંવેદનાઓને પણ એટલું જ મહત્વ આપે છે. જ્યારે દેહ ઠંડીથી થરથર ધ્રૂજી રહ્યો હોય ત્યારે જરૂરિયાતમંદોને ગરમ વસ્ત્રોની સખત જરૂર પડે છે. ત્યારે સાવરકુંડલા રૂરલ પોલીસ દ્વારા જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા.