સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ પોતાના કાર્યકાળના ટૂંકા ગાળામાં જ વિસ્તારના વિકાસ માટે નોંધપાત્ર કામગીરી કરી છે. ‘વાદ નહિ વિવાદ નહિ વિકાસ સિવાય વાત નહિ’ના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરતા કસવાલાએ ગ્રામીણ વિસ્તારોના માર્ગોના નવીનીકરણ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરાવી છે. માર્ગ મકાન પંચાયત હસ્તકના ૬ રોડ માટે સરકાર દ્વારા મંજૂરીની મહોર લાગી છે. આ અંતર્ગત સાવરકુંડલા જીકીયાળી માર્ગ, પીઠવડી-ધાર-કેરાળા રોડ, પીઠવડી-ગણેશગઢ-ગાધકડા-વિજપડી માર્ગ, શેલણા-ફિફાદ-લુવારા માર્ગ, રામગઢ-ગાધકડા-લીખાળા માર્ગ અને લીલીયા-વાઘણીયા-ટીંબડી-ભોરીંગડા માર્ગ માટે કુલ ૧૧.૩૦ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત લીલીયા ક્રાંકચના રોડ સ્લેબ ડ્રેઈનના ૪૨૫ લાખ, લીલીયા પાંચ તલાવડા રોડના ૫૮૦ લાખ અને પાલીતાણા જેસર સાવરકુંડલા રોડ મેશનરી સ્લેબ ડ્રેઈનના ૧૨૫ લાખ પણ મંજૂર થયા છે. ધારાસભ્ય કસવાલાના પ્રયત્નોથી ગામડે ગામડે માર્ગો સુંદર અને સુવિધાજનક બનશે.