સાવરકુંડલાના મહુવા રોડ પર એક છકડો રીક્ષા અચાનક પલટી મારી જતાં રોડ સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો હતો. જેના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ સાવરકુંડલા ટાઉન પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ ટીમના સક્રિય પ્રયાસોથી પલટી ગયેલી રીક્ષાને રોડ પરથી સલામત રીતે ખસેડવામાં આવી હતી. પોલીસની આ તાત્કાલિક કામગીરીના પરિણામે મહુવા રોડ પરનો બ્લોક થયેલો ટ્રાફિક ગણતરીના સમયમાં જ ફરીથી શરૂ થઈ ગયો હતો, જેના કારણે મુસાફરો અને વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી ન હતી. સાવરકુંડલા ટાઉન પોલીસની આ સરાહનીય કામગીરી બદલ સ્થાનિક લોકોએ પોલીસ ટીમની પ્રશંસા કરી હતી.