નૂતન કેળવણી મંડળ સંચાલિત કે.કે. હાઈસ્કૂલ, સાવરકુંડલા અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, અમરેલીના એનએસએસ વિભાગના સંયુક્ત ઉપક્રમે તા. ૨ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ “ખાસ વાર્ષિક શિબિર”નો પ્રારંભ થયો હતો. બોઘરીયાણી ખોડીયાર માતાજીની નિશ્રામાં યોજાયેલા આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે છઈૈં ડ્ઢઈર્ં કચેરી, અમરેલીના જન્મેજયભાઈ ચૌહાણ, ધજડીના ઉપસરપંચ જયેશભાઈ રાદડિયા, ધજડીપરા પ્રાથમિક શાળાના આચાર્ય ભીખુભાઈ આજગિયા સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ધજડીપરા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીઓએ સ્વાગત ગીત અને કે.કે. હાઈસ્કૂલની વિદ્યાર્થિની નિશા જમોડે ભરતનાટ્યમની પ્રસ્તુતિ કરી હતી.