સાવરકુંડલામાં ઔદિચ્ય બ્રહ્મસમાજ દ્વારા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં વિવિધ રમતો જેવી કે, વન મિનિટ, લીંબુ ચમચી, સંગીત ખુરશી, રસ્સા ખેંચ, ચિઠ્ઠી ઉપાડ વગેરે રમતોનું આયોજન થયુ હતું. આ કાર્યક્રમમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તથા વિજેતાને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યું હતું.