સાવરકુંડલા એસ.ટી. ડેપોની સ્થિતિ દિનપ્રતિદિન વધુ બગડતી જાય છે. આ ડેપોમાં પ્રવાસીઓ અને કર્મચારીઓ માટે પીવાના પાણીની સુવિધાનો અભાવ છે. ડેપોમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે, જેના કારણે પ્રવાસીઓ અને કર્મચારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ ઉપરાંત, ડેપોમાં ગંદકીનું પ્રમાણ ચિંતાજનક સ્તરે પહોંચ્યું છે. જવાબદાર અધિકારીઓ આ સમસ્યાઓ જાણતા હોવા છતાં તેના પ્રત્યે ઉદાસીન લાગે છે. આ સંદર્ભમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા બેજવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક પગલાં લેવાય તેવી લોકો માગણી કરી રહ્યા છે.