ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સાવરકુંડલા તાલુકા, સાવરકુંડલા શહેર તથા ચલાલા શહેરનાં હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી છે. અગાઉ પ્રમુખનાં નામની જાહેરાત થઈ ગઈ હતી. ત્યારબાદ આજે મહામંત્રી, ઉપપ્રમુખ, મંત્રી અને કોશાધ્યક્ષ સહિતનાં હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સાવરકુંડલા તાલુકા મહામંત્રી તરીકે પ્રકાશભાઈ પાનસુરીયા અને મુકેશભાઈ આદ્રોજા, ઉપપ્રમુખ તરીકે હિંમતભાઈ ગેવરીયા, કિશનભાઈ ખુમાણ, હરેશભાઈ ભુવા સહિતનાં હોદ્દેદારોને નિમણૂંક અપાઈ છે. આ ઉપરાંત સાવરકુંડલા શહેરમાં મહામંત્રી તરીકે રાજેશભાઈ નાગ્રેચા અને મોહિતભાઈ સુદાણી તેમજ ચલાલા શહેરમાં મહામંત્રી તરીકે ચિરાગભાઈ માળવીયા અને અશોકભાઈ ચૌહાણ સહિતનાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે.