અમરેલી જિલ્લામાં દિનપ્રતિદિન આપઘાતના બનાવમાં વધારો થતો જાય છે. જેમાં એક યુવકે સાવરકુંડલા સેશન્સ કોર્ટની નજીક જ ઝેરી દવા પી લેતા યુવકનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. સાવરકુંડલા તાલુકાના ખોડીયાણા ગામે રહેતા મનસુખ નાનુ વાઘમશી(ઉ.વ.૩પ)ની સેશન્સ કોર્ટમાં ક્રિમીનલ અપીલ હોય જેથી આ અપીલનાં કામે યુવક સા.કુંડલા સેશન્સ કોર્ટ આવ્યો હતો. આ દરમિયાન યુવકે પોતાના ખિસ્સામાંથી એક બોટલ કાઢી તેમાં ભરેલ ઝેરી દવા પી જતાં આસપાસનાં લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. યુવકને તાત્કાલિક સાવરકુંડલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તેમજ વધુ સારવાર માટે અમરેલી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા યુવકનું સારવાર દરમ્યાન મોત થયું હતું. આ અંગે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનનાં એએસઆઈ કિરણ ગઢવીએ જાહેર કર્યું છે.