અમરેલી જિલ્લામાં હજુ પણ શ્રાવણીયા જુગારની મોસમ પુરબહારમાં ખીલી હોય તેવું લાગી રહ્યું છે. જેમાં સાવરકુંડલા તાલુકાનાં જેજાદ ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતાં ૪ શખ્સોને અમરેલી એલસીબી પોલીસે ઝડપી પાડયા હતાં. અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ દ્વારા જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ પર વોચ ગોઠવી તેના પર રેઈડ કરવા સૂચના આપતા એલસીબી પીઆઈ પટેલની ટીમે વંડા પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલિંગ દરમ્યાન જેજાદ ગામની સીમમાં આવેલ નાના ઈશ્વરીયા હનુમાનજી મંદિરની સામે જાહેરમાં જુગાર રમતા મનસુખ નાથા વાઘેલા, ગોદડ અમરૂભાઈ ગરણીયા, જીતુ વજુ જમોડ અને કેશુ લાલજી પરમાર નામના શખ્સો પાસેથી રોકડ અને મોબાઈલ મળી કુલ રૂ.૩૭ર૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.