સાવરકુંડલા તાલુકાના ધજડી ગામે તા. ૧૨-૪-૨૫ ને શનિવારે, હનુમાનજી પ્રાગટ્યના પવિત્ર દિવસે ગામના લોકોના સહયોગથી નવનિર્મિત હનુમાનજી મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ શુભ અવસર નિમિત્તે સમગ્ર ગામમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સૌના સાથ અને સહકારથી આ પવિત્ર કાર્ય સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.