સાવરકુંડલાના વંડા ગામે રહેતા રાઘવભાઇ બગડા તેમની મોટર સાઇકલ છેલ્લા ઘણા સમયથી બંધ પડી જતી હોય તે રિપેરીંગ કરાવવા જેસર હાઇવે રોડ પરના મુકેશભાઇ નારીગરાના શ્યામ ઓટો ગેરેજ ખાતે ગયા હતા. ત્યાં મુકેશભાઇએ રાઘવભાઇ સાથે મોટર સાઇકલ રિપેરીંગ બાબતે બોલાચાલી કરીને જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યા હતા. આ વિવાદમાં મુકેશભાઇએ લાકડીનો એક ઘા માથાના ભાગે મારવા જતા રાઘવભાઇએ જમણો હાથ આડો કરતા જમણા હાથના બાવડાના ભાગે ઇજા થઇ હતી. આથી તેમણે વંડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.