સાવરકુંડલાના કોંગ્રેસના આગેવાન હસુભાઈ બગડાએ સાવરકુંડલા નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખી નિર્માણ પામી રહેલા ટાગોર હોલ અંગે જણાવ્યું હતુ અને રજૂઆતમાં જણાવ્યા મુજબ સાવરકુંડલા નગરપાલિકા દ્વારા જે આધુનિક ટાગોર હોલ બનાવવામાં આવી રહ્યો છે તે સારી વાત છે, પરંતુ આ એસી હોલ બગીચાનો કેટલોક ભાગ કાપીને બનાવવામાં આવી રહ્યો છે. આ બગીચો સાવરકુંડલાની ધરોહર છે કારણ કે, આ બગીચો મહારાજગીરી બાપુએ નવીનચંદ્ર રવાણીના કહેવાથી ગામને અર્પણ કર્યો હતો. આ હોલમાં જમીન કપાવાથી બગીચાની સુંદરતા નાશ પામશે, જેથી આ બગીચો યથાસ્થિતિ જળવાય તે માટે તેની જમની કપાય નહિ અને પ્રેસની જે ફાજલ જગ્યા પડી છે તેમાં હોલ બનાવવામાં આવે અને લોકલાગણીને માન આપવામાં આવે. જા આમ નહિ થાય તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.આમ પૂર્વ નગરસેવક અને કોંગી અગ્રણી દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે.