સાવરકુંડલાના ઘોબા પીપરડી રોડ ઉપર ૧ કરોડ ૨૦ લાખના ખર્ચે નિર્માણ પામનાર બ્રિજનું ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ ખાતમુહૂર્ત કર્યું હતું. આ બ્રિજ સ્થાનિકોના પરિવહનને ગતિશીલ, જીવનને સરળ અને વેપાર વાણિજ્યને સમૃદ્ધ બનાવવામાં સેતુરૂપ બનશે. આ પ્રસંગે ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઈ કાછડિયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણી, જિલ્લા પંચાયત સભ્ય પુનાભાઈ ગજેરા, તાલુકા પંચાયતના સભ્ય પ્રમોદભાઈ રંગાણી, યુવા ભાજપના અગ્રણી ભાવેશભાઈ ખૂંટ, દિલુભાઈ ખુમાણ, સાવરકુંડલા તાલુકા બક્ષીપંચના પ્રમુખ કિશનભાઇ ખુમાણ, ઘોબાના સરપંચ પ્રતાપભાઇ, પીપરડીના સરપંચ સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.