સાવરકુંડલાના નેસડી ગામે રહેતી એક યુવતીએ ડીલીવરી બાદ કમરના દુઃખાવાથી કંટાળીને કપાસમાં છાંટવાની ઝેરી દવા પીધી હતી. જેને લઈ સારવારમાં લઈ જવાઈ હતી. આ દરમિયાન તેનું મોત થયું હતું. બનાવ અંગે મોહનભાઈ પ્રેમજીભાઈ પરમાર (ઉ.વ.૪૨)એ જાહેર કર્યા મુજબ, સ્વાતિબેન મહેશભાઈ વાળા (ઉ.વ.૨૨) ને પાંચેક મહિનાથી બાળકની ડીલીવરી બાદથી કમરનો દુઃખાવો રહેતો હતો. આ દુઃખાવો સહન ન થતાં પોતાની મેળે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી જતાં સારવાર દરમિયાન મરણ પામી હતી. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ વાય. એસ. વનરા વધુ તપાસ ચલાવી રહ્યા છે.