સાવરકુંડલાના લીખાળા ગાધકડા ગામે રોડનું સમારકામ શરૂ થતાં ખુશી વ્યાપી હતી. જ્યાં સુધી રોડના રીસરફેસિંગ ટેન્ડરની પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી કામ શરૂ ન થતા આ રોડ ખૂબ જ ખરાબ હાલતમાં હોવાથી ગામ લોકોને અને ટ્રાફિકમાં ખૂબ જ તકલીફ પડતી હતી. આથી સ્થાનિક ધારાસભ્યએ સંબંધિત વિભાગને રોડનું કામ તાત્કાલિક ધોરણે કરવા સૂચના આપી હતી. પૂરક રોડનું સમારકામ શરૂ થતા તમામ ગામ લોકોએ ધારાસભ્ય પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. આ અંગે તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઈ કાછડીયા, ગામના સરપંચ અને ભાજપ અગ્રણી નિલેશભાઈ કચ્છી દ્વારા પણ ધારાસભ્યને રૂબરૂ મળી ખાસ આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો