અમરેલી જિલ્લામાંથી પોલીસે બે સ્થળેથી વિદેશી દારૂની બોટલ ઝડપી પાડી હતી. સાવરકુંડલાના વિરડી ગામે મેહુલભાઈ હનુભાઈ વાઘેલાના રહેણાંક મકાન પાછળ બાળવની કાંટમાં લાલ કલરની થેલીમાં રાખેલી ૮ બોટલ મળી આવી હતી. જ્યારે લુણીધાર ગામેથી મધ્ય પ્રદેશના કાલુ વેસ્તો વસુનીયા (ઉ.વ.૨૬) પાસેથી દારૂની બે બોટલ મળી હતી