સાવરકુંડલામાં તા.૧૩ના રોજ ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના માર્ગદર્શન હેઠળ વોર્ડ નંબર ૧ની શિવલીલા સોસાયટી ખાતે GUDC ગટરલાઇનનું ખાતમુહૂર્ત નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીએ કર્યું હતું. આ તકે મેહુલભાઈ ત્રિવેદીએ વિકાસના કાર્યોને સતત આગળ ધપાવવાની નગરપાલિકાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે આ ગટર યોજનાને વિસ્તારના લોકો માટે અત્યંત મહત્વની ગણાવી હતી. ઉપપ્રમુખ પ્રતીકભાઈ નાકરાણીએ જણાવ્યું હતું કે, આ યોજનાથી સોસાયટીના રહીશોને ગટરની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે.