સાવરકુંડલામાં શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આટ્‌ર્સ કોલેજમાં “વિકાસ સપ્તાહ” અંતર્ગત તારીખ ૧૫ અને ૧૬-૧૦-૨૪ દરમિયાન હિમોગ્લોબીન ટેસ્ટનું આયોજન કરાયું હતું. જેમાં રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ તથા ઊર્મિબેન મકવાણાએ કુલ ૧૨૭ બહેનોનો હિમોગ્લોબીન ટેસ્ટ કર્યો હતો. મેહુલભાઈ વ્યાસે તથા પ્રા. ડો. રુક્સાનાબેન કુરેશીએ આ કાર્યક્રમ સ્પોન્સર કર્યો હતો. કાર્યક્રમના સંયોજક તરીકે પ્રા. છાયાબેન શાહે ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમના આયોજનમાં કોલેજના પ્રિન્સિપાલ ડી.એલ. ચાવડાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.