નૂતન કેળવણી મંડળ સંચાલિત વી.ડી. ઘેલાણી મહિલા આટ્ર્સ કોલેજમાં તા. ૫ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ બેસ્ટ પર્સનાલિટી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વકૃત્વ, સામાન્ય જ્ઞાન, વ્યક્તિત્વ મૂલ્યાંકન અને ઈન્ટરવ્યુના આધારે સ્પર્ધકોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. કોલેજના પ્રિન્સિપાલ ચાવડા દ્વારા નિર્ણાયકોનો પરિચય અને સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના નિર્ણાયક તરીકે ધર્મેન્દ્રભાઈ કનાલા, પ્રા. ડો. રુક્સનાબેન કુરેશી તથા પ્રા. ડો. હરિતાબેન જોષીએ સેવા આપી હતી. કાર્યક્રમનું સંચાલન નિમાવત કૃપાએ કર્યું હતું, જ્યારે આયોજક તરીકે પ્રા. છાયાબેન પી. શાહ તથા સહાયક તરીકે ડો. જાગૃતિબેન રાઠોડે જવાબદારી નિભાવી હતી. સ્પર્ધામાં વાઘેલા હેતલે પ્રથમ, ચૌહાણ આસિયાએ દ્વિતીય અને દાફડા ધર્મિષ્ઠાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. પૂર્વ બેસ્ટ પર્સનાલિટી વિજેતા નિમાવત કૃપાએ વિજેતા વાઘેલા હેતલને તાજ પહેરાવી સન્માનિત કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં કોલેજનો સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થિનીઓનો સહયોગ મળ્યો હતો.