સાવરકુંડલાની સરકારી બ્રાંચ શાળા નં-૨માં કન્યા શાળા ખાતે બેગલેસ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં છાત્રોને કંઇક શીખવા મળે તેવા કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. જે અંતર્ગત અહીની છાત્રા સંધ્યા અને સ્વાતિના પિતા સંજયભાઇ ટેઇલર તરીકે કામ કરતા હોય તેમણે શાળામાં આવી છાત્રાઓને યુનિફોર્મનું કટીંગ કઇ રીતે કરવુ તેની ઉપયોગી જાણકારી આપી હતી. આચાર્ય ભારતીબેને પણ છાત્રાઓને માર્ગદર્શિત કરી હતી. આ ઉપરાંત કન્યા શાળાની ધોરણ ૩ થી ૮ની છાત્રાઓને મહેંદીની અલગ અલગ ડિઝાઇન શીખવાડાઇ હતી. અગાઉ શાળામાં અભ્યાસ કરી ગયેલી છાત્રાઓએ તેમને માર્ગદર્શન આપ્યું હતું. ધોરણ ૩ થી ૫માં અરૂણાબેન, જીજ્ઞાબેન, આશિફભાઇ અને રમઝાનભાઇ તથા ધોરણ ૬ થી ૮માં દિવ્યકલાબેન, ભાવિકાબેન, સ્નેહાબેન અને સંદિપભાઇ દ્વારા માર્ગદર્શન અપાયુ હતું.