સાવરકુંડલામાં એક આંગડિયા પેઢીના કર્મચારીએ રૂ. ૫૯ લાખ જમા કરાવવાના બદલે તેની પાસે
રાખ્યા હતા. ગઠડા (સ્વામીના) જલાલપુરમાં રહેતા રણછોડભાઇ રૈયાભાઇ સિંધવ (ઉ.વ.૬૦)એ હાલ અમરેલીમાં રહેતા મૂળ પાટણના જલાલાબાદના ગોવીંદપુરી વૈકુંઠપુરી ગોસ્વામી સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ સાવરકુંડલામાં પટેલ મહેન્દ્રભાઇ અરવીંદકુમાર નામની આંગડિયા પેઢી ચલાવે છે. આ પેઢીમાં આરોપી ગોવીંદપુરી વૈકુંઠપુરી ગોસ્વામી નોકરી કરે છે, તેમણે પેઢીના હિસાબના રોકડા રૂ.૫૯,૦૪,૩૯૦ અમરેલી મુકામે બીજી પટેલ મહેન્દ્રભાઇ અરવીંદકુમાર આંગડીયા પેઢીમાં પોતાની ફરજના ભાગ રૂપે જમા કરાવવાના હતા પરંતુ આ પૈસા પોતાના અંગત કામ માટે રાખી ફરીયાદી સાથે વિશ્વાસઘાત કર્યો હતો. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પી આઈ સી એસ કુગસીયા વધુ તપાસ કરી રહ્યા છે.