સાવરકુંડલામાં આવેલ એસબીઆઈના એટીએમને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા એક લાખથી વધારે કિંમતનું નુકસાન પહોંચાડ્યું હતું. બનાવ અંગે એસબીઆઈની દરબારગઢ શાખાના બ્રાન્ચ મેનેજર ભૂપેન્દ્ર સત્યનારાયણ મીનાએ અજાણ્યા ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, અજાણ્યા ઇસમે એસબીઆઈ શાખાના સીડીએમ (એટીએમ)ના રૂમમાં પ્રવેશી તેને રૂ. એક લાખથી વધારે કિંમતનું નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં જ નુકસાન પહોંચાડનાર આરોપીને ઝડપી પાડ્યો હતો.