સાવરકુંડલા શહેરના જેસર રોડ ખાતે આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે દશેરાના પવિત્ર દિવસથી મા ભારતીની સેવાર્થે અને શક્તિ સ્વરૂપ દીકરીઓને સેવા, સુરક્ષા તેમજ સંસ્કારના ઉદેશ્યથી દુર્ગાવાહિની કેન્દ્ર શરુ કરવામાં આવ્યુ છે. જેમાં હિન્દુ સમાજની દીકરીઓને સેલ્ફ પ્રોટેકશન, લાઠીદાવ, તલવાર બાજી, કરાટે વગેરેની નિઃશુલ્ક ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.