સાવરકુંડલામાં રહેતા એક યુવકને કામ ધંધો ન મળતા ગળાફાંસો ખાધો હતો. જેથી તેનું મોત થયું હતું. બનાવ અંગે જયેશભાઈ પરશોતમભાઈ મકવાણા (ઉ.વ.૩૭)એ જાહેર કર્યા મુજબ, કિશનભાઈ ધનજીભાઈ મકવાણાને કામ ધંધો મળતો ન હોવાથી ચિંતામાં રહેતા હતા. તેમણે પોતાની મેળે ગળાફાંસો ખાઇ લેતાં મરણ પામ્યા હતા. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ કિરણભાઈ બકુલભાઈ ગઢવી વધુ તપાસ કરી રહ્યા છે.