સાવરકુંડલા શહેરમાં આવેલ સરકારી પ્રાથમિક શાળા પે સેન્ટર શાળા નંબર- ૧ ખાતે ગતરોજ તા. ૨૮ ફેબ્રુઆરી એટલે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. મેથ્સ સાયન્સ શિક્ષક હિતેશભાઈ જોષી અને પ્રિયાબેન ભાડ દ્વારા સી.વી. રામનનો જીવન પરિચય તથા તેમની શોધ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. ત્યારબાદ ધોરણ છ થી આઠના શિક્ષકો દ્વારા સી.વી. રામન સાહેબના ફોટાને પુષ્પ અર્પણ કર્યા હતા. ત્યારબાદ વૈશાલીબેન ઉનડકટ દ્વારા ગણિત વિજ્ઞાન આધારિત ક્વિઝ સ્પર્ધા યોજાઈ હતી. ત્યારબાદ શિલ્પાબેન દેસાઈ દ્વારા વિશ્વના મહાન વૈજ્ઞાનિકોના જીવન પરિચય આધારિત વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. દિપ્તીબેન ડોડીયા દ્વારા પ્રદૂષણની થીમ આધારિત ચિત્ર સ્પર્ધા, ગણિત વિજ્ઞાન શિક્ષક હિતેશભાઈ જોષી અને પ્રિયાબેન ભાડ દ્વારા વિજ્ઞાન આધારિત મોડલ નિર્માણની સ્પર્ધા યોજાઈ હતી. ધોરણ ૬થી ૮ના વિદ્યાર્થીઓએ વિજ્ઞાનની વિવિધ આકૃતિઓ ચીરોડી કલરથી બનાવી હતી. આ તમામ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલ
વિદ્યાર્થીઓને શાળા દ્વારા પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા.