સાવરકુંડલા મહુવા રોડ બાયપાસ ખાતે આવેલ સુપ્રસિધ્ધ રામદેવપીર મંદિર જયશ્રી રામદેવજી મહારાજ સેવા આશ્રમ ખાતે ચૈત્ર સુદ બીજના પવિત્ર દિવસે બાળકોને બટુકભોજન કરાવવામાં આવ્યું હતું. આ તકે રિદ્ધિ સિદ્ધિ વિનાયક ટ્રસ્ટ અને ભાવ ગણેશ મંદિરના ભાવનાબેન મહેતા, રમીલાબેન બાવાજી, અમિતગીરી ગોસ્વામી દ્વારા બાળકોને બટુકભોજન પીરસવામાં આવ્યું હતું.