સાવરકુંડલા શહેરમાં આવેલ ગુરુકુળ વિસ્તારમાં આવેલા શ્રીજી નગર વિસ્તારના બહેનોએ ૨૦૨૪ના અંતિમ દિવસે કરજાળા શેલ કાંઠાના હનુમાન મંદિરે પગપાળા દર્શનાર્થે નીકળી વર્ષના અંતિમ દિવસની વેળા હનુમાનજીના ચરણોમાં વ્યતીત કરી હતી. સાવરકુંડલા શહેરમાં પણ કરજાળા ખાતે આવેલ શેલ કાંઠાના હનુમાનજીમાં અપાર શ્રધ્ધા રાખનાર વર્ગ બહોળી સંખ્યામાં જોવા મળે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બહેનો દર્શનાર્થે પહોંચી હતી. જેમની સાથે આશિષ ભટ્ટ, રાજેશ મહેતા, કિશોરબાપુ, ભરતભાઈ તેરૈયા સાથે ગયા હતા.